#Navratri
#નવરાત્રી
કાન તારી વાંસલડી ના સૂર રેલાય રે,
હૈયુ હરખાય રે...
પગ માં આ થનગનાટ કેમ રોકાય રે,
રાસ રમંતા સખી ભાન ભૂલી જાય રે.
હૈયુ હરખાય રે...
એક એક ગોપી ને એક એક કાન રે
જ્યાં રે જોવું ત્યા મુખ તારું દેખાય રે,
હૈયુ હરખાય રે...
સોળે કળા એ આજ ચંદ્ર ખીલાય રે,
ગોકુળ માં રાસ ની રમઝટ બોલાય રે,
હૈયુ હરખાય રે...
હું તો ઈચ્છુ રાત આ અહીં થંભાય રે
જન્મારો આખો બસ આમ વીતી જાય રે,
હૈયુ હરખાય રે...
મુખડું મલકાય રે...