#Navratri
#કાવ્યોત્સવ
આવી રુડી નવલા નોરતાની રાત
સાથે લાવી આનંદ ઉમંગ ઉલ્લાસનો સાથ
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...
પૂજા આરતીનાં મીઠા ઘંટારવ થાય
ચરણોમાં તારા માઁ દિવડા ઝગમગ ઝગમગ થાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વેહલા ગરબા રમવાને કાજ...
બાલ-આબાલ વૃદ્ધ સૌ જોને કેવા હરખાય
માઁ તારા નામે ગરબે ઝૂમવાને એવા ઘેલા છે થાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...
ધરા પર વધ્યો છે માઁ પાપોનો ભાર
અવતરણ ધરી નવું તારા બાળકોને ઉગાર
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...
અંધારી રાતલડીયે રોશનીથી ઝળહળ થાય
જીવનમાં જાણે એક નવો જ ઉજાશ પથરાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલાં ગરબા રમવાને કાજ...
✍યક્ષિતા પટેલ