#navratri
#kavyotsav
હે..હે...હે.....
સૂર ઉઠ્યો સ્તુતિ તણો માઁ ભવાની આવો આંગણે આજ.
રમઝટ કરી કરીએ ગરબા માડી કરો કંકુ પગલાં આજ.
હે..હે...હે.....સૂર ઉઠ્યો સ્તુતિ તણો...
નવદુર્ગા તારાં રૂપ અનેક દર્શન આપી કરો ન્યાલ આજ.
ચરણોમાં પડું તારાં ગાન ગાઉં આપી દે આશિષ આજ.
..હે...હે.....સૂર ઉઠ્યો સ્તુતિ તણો...
માઁ તારી ચૂંદડી લાલ ઉડાવું હું પ્રેમ ગુલાલ ગાઉં ગરબા આજ.
હું તારાં 'દિલ'નો કટકો માડી વહાલ કરીને વધાવી લે તું આજ.
..હે...હે.....સૂર ઉઠ્યો સ્તુતિ તણો...
દક્ષેશ ઇનામદાર.'દિલ'..