#Navratri
#નવરાત્રી
આજ મસ્ત મધમાતી રાત છે!
પ્રિયતમ ની સાથે આજ ગરબે રમવાને,
મનડુ અધિરૂ કઇં ખાસ છે!
જેમ મળે દાંડિયા સંગ દાંડિયા
મળે હૈયા થી હૈયુ એ રાત છે!
આજ લાગે અલૌકિક રૂપ તમારું,
કે અમારી નજરૂ નો વાંક છે!
ખેલૈયા ની ભીડ માં જોવાને તરસે,
આ આંખલડી બની આજ જામ છે!
આજ નવલી નવરાત્રી ની રાત છે!