#navratri
#કાવ્યમહોત્સવ
જાગ્યા છે ઓરતા,
તુજ સંગ રમવાને નોરતા....
ચાંદલો કરુ કેસરિયો ને,
લીલી ઓઢું ચૂંદડી,
જાગ્યા છે ઓરતા,
તુજ સંગ રમવાને નોરતા....
હીરે જડિત નથણી પહેરું,
હેમ કેરા કડલા પહેરું,
જાગ્યા છે ઓરતા,
તુજ સંગ રમવાને નોરતા....
હાથ પકડી ગરબે ઘુમૂ,
સાથ તારો કદી ન છોડું,
જાગ્યા છે ઓરતા,
તુજ સંગ રમવાને નોરતા....
રાજેશ્વરી