હૈ માઁ દુર્ગા,
અમે સૌ તારા સંતાન અને તારા ભક્ત,
નથી કોઈ તારા સિવાય અમારું રક્ષક.
હૈ માઁ દુર્ગા,
નવ રાત્રી એટલે માતા ની ભક્તિ,
તુજ છે અમારી શક્તિ.
હૈ માઁ દુર્ગા,
સાંભળ તારા ભક્તો ની વાણી,
તુજ છે અમારી તારણહારી.
હૈ માઁ દુર્ગા,
માણસ માત્ર ભૂલને પાત્ર,
તુજ છે હવે અમારી આશા માત્ર.
હૈ માઁ દુર્ગા,
ફરી એકવાર પાપો થી છલકાયો છે ઘડો,
થઈ અવતરણ કર સફાયો.
હૈ માઁ દુર્ગા,
સમયે કર્યો છે સંકટ નો નાદ,
હવે તુજ કર અમારી નૈયા પાર.
હૈ માઁ દુર્ગા,
યોગ્ય બની ચાલીશું તારા માર્ગ,
સાંભળ તારા ભક્તો ની પુકાર.
હૈ માઁ દુર્ગા, જય માઁ દુર્ગા,
તમને સત્ સત્ નમન માઁ દુર્ગા.
#Navratri