#navratri
પ્રથમ દિન તે નમી હું શૈલીપુત્રી ને
ત્રિકાળ જ્ઞાન 'ને મન કાબુ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો ....
દુજ દિન તે નમી હું માઁ બ્રહ્મચારિણી ને
કામ ક્રોધ હરણ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....
ત્રીજ દિન તે નમી હું માઁ ચંદ્રઘંટા ને
કાળી શક્તિઓ ના વિનાશ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....
ચતુર્થં દિન તે નમી હું માઁ કૂષ્માંડા ને
જીવ રક્ષા ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...
પાંચમે દિન તે નમી હું માઁ દુર્ગા ને
અહંકાર પર કાબુ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...
છઠ્ઠા દિન તે નમી હું માઁ કાત્યાયની ને
મોક્ષ ના મારગ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...
સાતમે દિન તે નમી હું માઁ કાલયાત્રી ને
ભય તમામ દૂર કરતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....
આઠમે દિન તે નમી હું માઁ મહાગૌરી ને
પાપ મારા હરતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....
નવમાં દિન તે નમી હું માઁ સિધ્ધિદાત્રી ને
સિદ્ધિ બક્ષતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....
-પર્લ મહેતા