લંડનના એક મોટા મ્યુઝીયમમાં બે લીલા કલરના પોપટ હતા જે કોઇ વ્યક્તિએ મ્યુઝીયમને ગીફટ કર્યા હતા
ને તેઓ બોલી પણ શકતા હતા જેવુ તમે બોલો કે પુછો તેવુ બોલતા હતા તેમજ પુછેલાનો સાચો જવાબ પણ આપતા હતા આથી આ પોપટોને જોનાર ઘણા ખુશ થતા હતા
પણ એક દિવસ પછી આ પોપટોને જોનારા જ બંધ થઇ ગયા બસ આથી જોનારા ના આવવાથી આ પોપટો પણ માણસો વગર કંટાળી ગયા હતા
પણ તમને ખબર છે કે આ પોપટોને જોનાર લોકો કેમ બંધ થઇ ગયા!
કારણકે આ પોપટો વાતો વાતોમાં સાલી ગાળો પણ બહુ બોલતા થઇ ગયા હતા આથી ઘણા સારા કુટુંબ લોકોને આવી નાગી ગાળો સાંભળીને નીચુ જોવાનો વારો આવતો હતો આમેય આ પોપટો કોઇ વ્યક્તિએ મ્યુઝીયમને ભેટ આપેલા હતા તે વ્યકતિ આમેય ઝગડાખોર હતો તેની આજુબાજુ લોકો સાથે રોજ બરોજ ઝગડો કરતો હતો ને ઝગડા સાથે પોતાની નાગી ગાળો પણ બોલતો હતો તેથી આ પોપટો પણ તે સાંભળી ને તેઓ પણ ગાળો બોલતા થઇ ગયા હતા આથી કંટાળી ને મ્યુઝિયમના લોકોએ આ પોપટો પેલી વ્યક્તિને ઘેર જઇને પાછા જ આપી દીધા.
પાળેલા પોપટો જેવુ સાંભળે તેવુ બોલે....😋