આજ હું એક શિષ્ય અને ગુરૂ વચ્ચે ના સ્નેહ ની વાત કરીશ.
રાજા સિકંદર ને કોન નથી જાણતું, સિકંદર નાની ઉંમર માં વિશ્વ જીતવા નું સપનું જોયું તુ અને આ સપનું સાચું પડયું તેને ધણા દેશો જીત્યા ,
સિકંદરના એક ગુરૂ હતા તેમનું નામ એરિસ્ટોટલ હતું. સિકંદર તેના પિતા કરતાં પણ વધારે માન સમાન આપતા હતા.
એક વખત ની વાત છે સિકંદર એક દેશ પર ચડાઈ કરવા નિકળ્યા ત્યારે નદી પાર કરીને સામે જવાનું હતું. ત્યારે સિકંદર ની જોડે તેના ગુરૂ પણ હતા. નદી પાર કરવા સિકંદર ગુરૂ પાસે રજા માગી અને કહ્યું હું પેહલા જવ પછી તમે આવો ત્યારે ગુરૂએ ના પાડી ગુરૂ કહ્યું ના હું પેહલા જવ, ગુરૂને એવું હતું કે સિકંદર એમની આજ્ઞા નું પાલન કરશે. પરંતુ સિકંદર તો નદી પાર કરીને સામે પોહચી ગયા પછી ગુરૂને સંદેશો મોકલયો નદીમાં પાણી ઓછું છે તમે નદી પાર કરને આવી શકો છો.
ત્યારે ગુરૂ નદી પાર કરીને સામે પાર પોચી ગયા તયા જઈને ગુરૂએ સિકંદરને પુછ્યું કોઈ દિવસ મારી આજ્ઞાનું અનાદર નથી કરયુ તો આજે કેમ મારી વાત ના માની ત્યારે સિકંદરે જવાબ આપયો કે નદી પાર કરતા મને કઈ થાત તો ચાલત પણ તમારા જેવા મહાન ગુરૂને કઈ થાત તો આખા વિશ્વને તમારી ખોટ પડત.
આ વાત પરથી જાણવા મળે છે કે શિષ્ય અને ગુરૂ વચ્ચે નો સ્નેહ.
-Ekta Purohit