#શિકાર
એક નાનું અમથું સપનું
મારી આંખોમાં ભર્યું હતું
સોનેરી પાંખો વડે આકાશમાં
ઉડવું મને ગમતું હતું
પ્રેમના નામે બનાવટ કરી
ઘર નામનું પિંજર હતું.
અરમાનોને મેલીને હવે
પાંજરામાં રહેવું પડતું હતું.
ના કરજો કેદ કોઈ નિર્દોષ ને
પાંખો કાપી કેવું થતું હતું....
sonal patadia