તારો સાથ મને લઈ જશે ગગનની ઉંચાઈ સુધી,
મારા સ્વપ્નોની તું સીડી બન્યો, હું ગઈ મંજિલ સુધી.
મારાં માટે તું બન્યો કોરો કાગળ શબ્દો ભરવા મને મળે,
હું બની ગઈ કલમ, પ્રેમમાં તારા શબ્દો લખવા તને.
મારાં આંખનો તું પાંપણ બન્યો, મોતી મારાં ઝીલવા,
હોઠોનું સ્મિત બન્યો તું, દિલને આનંદમાં ઝુલવા.
સાથ છે આપણો છેલ્લા શ્વાસ સુધી નો હમસફર,
આપણે બેજ હોઈશું છેલ્લે, પંખીઓ ઉડી જશે.
જિંદગીની સફરમાં, મનભેદ કે મતભેદ રહ્યા કરે,
મતભેદ ને રાખીને, તું અને હું જીવ્યા કરીએ.
""અમી""
-અમી