સુરત શહેરના કોઇ એક વિસ્તારમાં હમણાં અઠવાડીયા ઉપર એક થાઇલેન્ડની યુવતીની બળેલી લાશ તેના રૂમમાંથી મળી આવી હતી આ છોકરીનું નામ વનીડા હતું જે થાઇલેન્ડથી ટુરીસ્ટ વિઝા ઉપર ભારત આવી હતી ને એક સ્પામાં (બોડી મસાજ) કામ કરતી હતી તેની સાથે એક બીજી યુવતી પણ આ જ સ્પામાં કામ કરતી હતી તે પણ થાઇલેન્ડની જ હતી તેનુ નામ એડા હતું એક દિવસ આ બંને વનીડાના ઘરે રોકાયા હતા ત્યારે તેમને સાથે મળીને હુકો પણ પીધો હતો ત્યાર પછી તેમને દારુ પણ પીધો હતો (હવે વનીડાની સહેલી એડા એક બહુ ચાલાક યુવતી હતી તેનો થાઇલેન્ડમાં પણ ક્રાઇમ રિપોર્ટ એટલો સારો નથી) તો જયારે વેનીડા વધારે દારુ પીને બેભાન થઈ ગઈ ત્યારે આ તેની સહેલી એડાએ વનીડાનું ઓશીકાથી મોં દબાવીને
"ગુગડાવીને" મારી નાખી હતી ત્યાર બાદ તેને ગળે પહેરેલ સોનાની ચેઇન અને તેના ત્રણ મોબાઇલ લઇ ને રૂમને બહારથી તાળું મારીને પોતાને ઘેર આવતી રહી હતી આ બાજુ સુરત પોલીસ એક અઠવાડીયાથી તપાસ કરી રહી હતી પણ ગુનેગાર શોધી શકતી ના હતી પછી આ કેસ સીબીઆઈના હાથમાં જવાથી તેમનો પહેલો શક તેની સહેલી એડા ઉપર ગયો ને તેને ઘેર જઇને તેમને થોડીક તપાસ કરી તો એક ચોખા ભરેલા ડબ્બામાંથી વેનીડાના રૂમની ચાવી મળી તેમજ તેના ત્રણ મોબાઇલમાંથી બે મોબાઇલ પણ તેની પાસેથી જ મળ્યા જે એક લાખ રુપીયાની કિંમતના હતા જયારે ત્રીજો મોબાઇલની પુછપરછ કરતાં તેને કહ્યુ કે તે મે એક રિક્ષાવાળાને ગીફ્ટમાં આપી દીધો છે કારણકે તે મને રોજ ઘેરથી સ્પા સુધી લઇ જતો ને ઘરે લાવતો પણ હતો,
સીબીઆઇએ આ બધુ જ કામ થાઇલેન્ડ એમ્બેસીના સ્ટાફને સાથે રાખીને કર્યુછે જેથી તેઓને પણ એક વિશ્વાસ બેસે કે આ કેસમાં કોઇ જ ભારતીયની દખલગીરી નથી..
બંન્ને યુવતીઓ થાઇલેન્ડની જ હતી,
ને ફકત તેઓની જ વચ્ચે કોઇ અણબનાવ બન્યો હતો જેથી આમ બનવા પામ્યુ છે. પોલીસે ગુનો નોંધીને એડાની ધરપકડ કરી છે.
(વેનીડા કેવી રીતે બળીને મરી ગઇ તે અંગે સમાચારમાં તેની પુરી વિગતો નથી!)