લોકડાઉનમાં ઘણા લોકોની નોકરી ચાલી ગઇ હતી પછી બધા એક બેકાર જીંદગી જીવતા હતા તેમાંના એક અમદાવાદના રહેવાસી અસ્વિન ઠકકર પણ હતા જેઓ અમદાવાદમાં રહેછે પહેલા તેઓ એક હોટલમાં ટેલીફોન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા પણ લોકડાઉન પછી બધાજ ધંધા બંધ થઇ ગયા હતા તેમાં હોટલો પણ બંધ થઈ હતી તેથી ઘેર બેસી રહેલા અસ્વિન ઠકકરે કેરી વેચવાનો ધંધો શરુ કર્યો હતો તે સમયે કેરીની સિઝન હતી તેમા તેમને થોડીઘણી કમાણી પણ કરી હતી હાલ કેરીની સિઝન પુરી થઈ ગઇ છે આથી ફરી પાછા તેઓ ઘેર ધંધા વગરના થઇ ગયા હતા તો ફરી તેમને ઘરેથી ફરસાણ બનાવીને બજારમાં વેચવાનો ધંધો ચાલુ કર્યો...
રોડ ઉપર મોટું ટેબલ લગાવીને અલગ અલગ ફરસાણ કોથળી પેક વેચવા લાગ્યા આમ તેમનું ડૂબેલા ઘરનું ગાડું ફરી પાછુ લાઇન ઉપર આવી ગયું હાલ અનલોક ચાલુ થઇ ગયુ છે તેથી બંધ પડેલા બધા જ ધંધા ફરી પાછા ખુલ્લી ગયાછે તેમાં હોટલો પણ હવે ખુલી ગઇ છે તો આ અસ્વિન ઠક્કરને તેજ હોટલમાં ફરી નોકરી કરવા માટે તેડું આવ્યુ એટલે ફરી તેઓ તે જ હોટલમાં નોકરી કરવા પરત ફર્યા પણ તેમને તેમનો ફરસાણનો ધંધો બંધ નથી કર્યો તે પણ સાઇડ બિઝનેસ તરીકે ચાલુ જ રાખ્યો છે...કદાચ ફરી પાછુ લોકડાઉન થાય તો..!
તેમની બંન્ને આંખો કમજોર છે માટે તેઓ આંખે સરખું જોઇ શકતા નથી.
આત્મ નિર્ભય ભારત..કંઇક કરીએ!
આપણા માટે..આપણા પરિવાર માટે..આપણા ભારત દેશ માટે.
શું આપણે આમ જ ચાલ્યા જઇશું!!!