ભારતમાં બળાત્કાર રોજે રોજ થતા હોયછે ચાહે તે ગુજરાત હોય, બિહાર હોય કે ઓરિસ્સા રાજય હોય...
પણ જયારે પડોશી દેશ પાકિસ્તાન હોય ત્યારે આપણને થોડીક નવાઇ લાગે! કારણકે ભારત કરતાં પાકિસ્તાનમાં અડધા બળાત્કાર થતા હશે પણ કયારેય તેઓના સમાચાર મિડીયામાં આવતા નથી પણ હમણાં પાકિસ્તાનના એક શહેર લાહોરની નજીક જે બળાત્કાર થયો તે ખરેખર એક ઇન્ટરનેશનલ સમાચાર બની ગયા!
ફ્રાન્સથી એક મહિલા તેના બે બાળકોને લઇને પાકિસ્તાન આવી હતી તે એક દિવસ લાહોર શહેરથી કયાંક બીજા શહેરમાં જઇ રહી હતી ત્યારે તે સમયે રાત્રિનો હતો ને તેની કાર રોડ ઉપર ધીરે ધીરે ચાલી રહી હતી પણ અચાનક ચાલતી કાર રોડ ઉપર બંધ થઇ ગઇ..હવે એક સ્ત્રી માણસ શું કરે! રોડ ઉપર ચોફેર અંધારપટ હતું કારમાં કોઇ મોટી ખરાબી હશે માટે ચાલુ કરવા તેને ઘણો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના થઇ પછી હારી થાકીને તેના બે બાળકો સાથે રાત બંધ કારમાં જ વિતાવવાનું નકકી કર્યુ ને પછી ત્રણેય જણ કારમાં બેસીને કારના બધા દરવાજા બંધ કરી અંદરથી લોક દીધા ત્યાં જ અચાનક સામેથી ચારેક અજાણ્યા લોકો તેની ગાડી પાસે આવ્યા ને કોઇ મદદ કરવાને બદલે ગાડીના કાચ તોડીને તેમને અંદરથી બંધ કરેલું કારનું બારણું ખોલી નાખ્યુ ને પેલી મહીલાને તેના છોકરાંની સામે જ ઢસડીને ચારેય બાજુના ખેતરમાં લઇ ગયા તો આ બાજુ આ બે છોકરાં ઉભા ઉભા જોઇને રડતાં હતા છતાય તે ચારેયને સહેજ પણ દયા ના આવી ને તેમની સામે જ આ ચાર નરાધમોએ પેલી ફ્રાન્સથી આવેલી મહીલા ઉપર વારાફરતી રેપ કર્યો આ સમાચાર અખબારમા બીજે દિવસે આવવાથી પાકિસ્તાનની દરેક મહીલાઓ ભેગી થઇને તેના વિરોધ માટે મોટી રેલીઓ કાઢી અમારી રક્ષા કરો ના બેનરો લઇને આખા પાકિસ્તાનના દરેક શહેરોમાં ફરીને આનો સખત વિરોધ નોંધાવ્યો...
પછી થોડાક દિવસના અંતરે પોલીસે પંદર જણની ધરપકડ પણ કરી લીધીછે
પણ જણાવા મળ્યુ કે આ પંદર જણમાં કોઇ તેમાંના બળાત્કારી નથી આથી હવે પોલીસ વધુ તપાસ આદરીને સાચા બળાત્કારોની શોધ કરી રહીછે.