તામીલનાડુમાં એક સેથુરમન નામે એક બિઝનેસમેન છે હાલ તો તેમની ઉંમર પણ થઇ ગઇ છે કદાચ તેમનો ધંધો તેમના છોકરાઓ જ સંભાળતા હશે
તો થોડા દિવસો ઉપર તેમની પત્નિનું એકાએક નિર્ધન થઇ ગયું તો આથી તેમને ઘણુ જ દુ:ખ થયુ હતું કારણકે તેમની જીંદગીના અડતાલીસ વરસ તેમને પોતાની પત્નિ સાથે જ સમય વિતાવ્યો હતો તેઓ તો એમપણ કહેછે કે આ અડતાલીસ વરસમાં હું એકપણ દિવસ પત્નિથી અલગ નથી રહ્યો!
એટલો તેમની પત્નિ ઉપર તેમને અતુટ પ્રેમ હતો તો પત્નિના અવસાન પછી તેમની જીંદગી એક વેરાન જેવી થઇ ગઇ હતી ના ચેન પડે ના કોઇ મનમાં ખુશી દેખાય! બસ રોજ તેમને પત્નિ જ યાદ આવ્યા કરે કારણકે જીંદગીમાં તેમને આગળ લાવવા તેમની પત્નિએ ઘણો જ સાથ આપ્યો હતો તેથી તેને તેઓ કયારેય ભુલવા તૈયાર ના હતા
આથી તેમને એક શિલ્પકારનો સંપર્ક કર્યો ને તેને પોતાની પત્નિનો એક ફોટો આપ્યો કારણકે તેમને પત્નિનું એક સ્ટેચ્યુ બનાવવું હતું જેથી ઘરમાં તેમને પત્નિની હાજરી વારંવાર દેખાતી રહે
તો શિલ્પકારે તો એક મહીનામાં જ તેમની પત્નીનું સ્ટેચ્યુ બનાવી આપ્યુ પછી તેમને પોતાની ઘરની એક દિવાલ પાસે ખુરશીમાં મુકીને રોજ તેની સામે બેસીને જોતા રહેછે..!
ને મનમાં ઉભરાતી બાકી રહી ગયેલી વાતો એકલા એકલા સ્ટેચ્યુની સામે મનોમન કરીને પોતાનુ મન હલકું કરેછે!