છતીસગઢ રાજ્યમાં એક દંપતી રહેતું હતું તેમને લગ્ન થયે સાત વરસ થઇ ગયા હતા પણ તેમને ઘેર એક પણ બાળક ના હતું તેથી તેઓ રોજ ચિંતા કરતા હતા કે કેમ આપણે હજી સુધી બાળક વિહોણા છીએ! આપણામાં શું ખામી હશે! તેથી તેઓએ જાત જાતના મેડિકલ સ્ટેટ કરાવ્યા ને દેવ દેવતાઓ સામે જાત જાતની માનતા બાધાઓ પણ રાખી પણ બધુ જ વ્યર્થ જતુ હતું! હવે શુ કરવું તેજ તેમને સમજણ પડતી ના હતી અંતે તેમને પોતાના નસીબ ઉપર દોષ કાઢયો કે કદાચ આપણા નસીબમાં જ બાળક નહી હોય! ચાલો ત્યારે આપણે હવે આપણી જીંદગી બાળક વગર જ જીવી લઇએ...ને આવા વિચારો સાથે પણ તેમના દરેક પ્રયત્નો તો ચાલુ જ રાખ્યા ને અંતે તેમના ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી ને એક દિવસ તેમની પત્નિ ગર્ભવતી બની..આથી પછી બંન્નેના દિવસો આનંદમાં વીતતા હતા તેમને બસ એક જ બાળકની જરુર હતી પણ ભગવાને તેમને એક ને બદલે ચાર બાળકો એક સાથે જ આપી દીધા!
ત્રણ છોકરીઓ ને એક છોકરો! તે પણ નવ મહિનાને બદલે આઠ મહિને જ તેઓનો જન્મ થયો!
કદાચ ભગવાન પણ કંટાળી ગયો હશે કે આ ભકત દર વરસે બસ એક જ ઇચ્છા રાખે છે કે અમને બાળક આપો..બાળક આપો...
તો લે તથાસ્તુ..લઇ લે ચાર બાળકો.