સામાન્ય રીતે પત્ની જ અલગ અલગ કોઇ ધાર્મીક પ્રસંગોમાં પોતાના પતિને પગે લાગેછે પણ જયારે એક પતિ પોતાના લગ્નના દિવસે પોતાની પત્નીને પગે લાગે તો તમે શું વિચારી શકોછો!
અરે! આ તે કેવું ઉલટું!
પણ મારી દ્રષ્ટીએ આ એક બરાબર કહેવાય કેમકે જેમ પત્નિ પતિ ને પગે લાગી શકેછે તો પતિ પત્નિને કેમ પગે લાગી ના શકે!
આ વરરાજા પણ એવુ વિચારે છે કે...
(પત્નિ એટલે પતિના દુ:ખસુખની સાથી)
પતિને સમયે જમવાનું બનાવીને આપે.. પતિને ઓફિસે જવા સવારે ઉઠાડે..
પતિ માટે ચા નાસ્તો બનાવે..
પતિ બિમાર પડે તો સમયે દવા આપે.. પતિનું દુખતુ માથુ દબાવી આપે..
રોજ તેના મેલા કપડાં ધુવે..
સાથે બેસીને ચિંતા કરતા પતિને મીઠી મીઠી વાતો કરીને તેના દુ:ખમાં ભાગીદાર થાય..
રાત્રે સુવા માટે પથારી આપે..
તો પતિની આવી સેવા તેની એક મા પછી બીજુ કોણ કરી શકેછે!
બસ તેની એક પ્રેમાળ પત્નિની જ કરી શકેછે..
તો તેના ચરણોમાં વંદન કેમ નહી!!!