એક 14 વર્ષની છોકરીની હિંમતને દાદ આપવી પડે...!!!
નીચે આપેલ આ છોકરી રોડ ઉપર ચાલતી કયાંક જઇ રહી હતી હાથમાં તેનો મોબાઇલ હતો ને ખભે તેને લટકાવેલું તેનુ નાનુ પટ્ટાવાળું પર્સ પણ હતું તો અચાનક તેની પાછળ એક બાઇક આવી રહી હતી ને તે બાઇક ઉપર બે નવયુવાન છોકરાઓ બેઠા હતા જે ચોરો હતા તો આ બાઇક આ છોકરીની નજીક આવીને પાછળ બેઠેલ છોકરાએ એક ઝાટકે આ છોકરીનું લટકાવેલું પર્સ ખેંચી ને ભાગી રહયા હતા તો તરત છોકરીએ દોડીને પાછળ બેઠેલા છોકરાને બાઇક ઉપરથી નીચે પાડી દીધો તો આ જોઇને બાઇક ચલાવનાર છોકરો પકડાઇ જવાની બીકે તેની બાઇક જલદી હંકારી મુકી તો આ બાજુ પેલો છોકરો ને આ છોકરી વચ્ચે ઘણી ઝપાઝપી થઇ પણ છોકરીએ તેની હિંમત ના હારી કે તેને કોઇ બુમ પણ ના પાડી આમ થોડીક ઝપાઝપી પછી છોકરાએ ધીરેથી પોતાના ખીસ્સામાંથી એક છરી કાઢી ને પેલી છોકરીના હાથ ઉપર બે ચાર ઘા કરી દીધા છતાંય આ છોકરી પેલા છોકરાને છોડતી ના હતી હાથે પડેલા ઘા સહન કરીને પણ છોકરી વધુને વધુ હિંમત કરતી હતી આમ ઘણા સમય ચાલ્યુ તો આજુબાજુ મકાનમાં રહેતા લોકો જોઇને વિચારવા લાગ્યા કે આ છોકરીને પેલો છોકરો કંઇક હેરાન કરી રહ્યો છે માટે બે ચાર જણ પોતાના ઘરના દરવાજાની બહાર નીકળી ને આ થતી ઝપાઝપી તરફ આવ્યા તો જાણ્યુ કે કોઇ ચોર આ છોકરીનું પર્સ લઇને ભાગવાની કોશિશ કરી રહયો છે આથી સૈ ભેગા થઇને પેલા છોકરાને જોરથી પકડી લીધો ને તરત ફોન કરીને પોલીસ બોલાવીને પોલીસ સ્ટેશને મોકલી દીધો પછી આ ઘવાયેલી છોકરીને પણ નજીકની હોસ્પીટલમાં વધુ સારવાર માટે તેને પણ 108 માં મોકલી આપી
પછી ફરિયાદ લખતી વખતે આ આખી ઘટના પોલીસે સાંભળી ને પેલી છોકરીની ઘણી જ પ્રશંસા કરી કે છોકરાના હાથમાં ધારદાર છરી હોવા છતાંય આ છોકરી બિલકુર ડરી નહી!
હાલ પેલા નાસી છુટેલા છોકરાની પોલીસ તપાસ કરી રહીછે.
કદાચ આવુ આપણી સાથે થયુ હોય તો...!
જાજા લઇ જા, આમેય અંદર કંઇ પૈસા નથી ને પર્સ પણ હવે બહુ જુનુ થઇ ગયેલું છે...!
🤔🤔 😋😋 🤗🤗 😜😜