નથી તૂટતો સબંધ જ્યાં ચાહત બંને તરફ હોય છે,
માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો તો થયા જ કરવાની,
એક જ ભૂલ આખી જીંદગી યાદ રાખવાની પણ કોઈ મજા છે?
કેટલીક વાર કેટલીક વાતો અને ભૂલો ભૂલવાની પણ મજા જ છે,
ભૂલ નથી મોટી, સબંધ જ હોય છે મોટો,
સબંધ ને વિસરવાની પણ કંઈ મજા છે?
કોઈની ભૂલને માફ કરતા શીખો તેમા જ એક અલગ મજા છે.
_Dhanni