પાકિસ્તાન સરકારની એક ખુબી છે
જે જે લોકો પાકિસ્તાનની ખુરશી ઉપર બેસે છે તે લોકો અમુક સમય પછી ખુરશી જવાથી તેઓ સીધા જ લંડન પહોચી જાયછે ને ત્યા જ ફેમીલી સાથે સ્થાઇ થઈ જાયછે!
મુશરફ, બેનઝીર ભુટ્ટો, નવાઝ શરીફ
આ બધા જ લંડન ગયેલા છે મુશરફ હાલ લંડનમાં છે બેનઝીર ભુટ્ટોનું અવસાન થયેલ છે ને નવાઝ શરીફ પણ હાલ લંડનમાં જ છે
નવાઝ શરીફની સરકાર જયારે પાકિસ્તાનમાં ઉથલી પડી કે તુરંત નવાઝ શરીફને બિમારીની સારવાર માટે લંડન જવાનું જણાવ્યું હતું તેથી ત્યાની હાઇકોર્ટે તેમજ ઇમરાનખાનના કહેવાથી તેમને એક મહીના માટે લંડન જવાની રજા આપવામાં આવી હતી જે તેઓ ગયા મે મહીનામાં ગયા હતા આજ તો તેમની તબિયત પણ બીલકુલ સારી છે ઘરના દરેક સભ્યો સાથે બેસીને ચા નાસ્તો લંચ ડિનર બધુ સામાન્યની જેમ કરતા હોયછે તેમજ સવારે નવાઝ શરીફ મોર્નીંગ વોકમાં પણ બહાર જતા હોયછે આ બધુ જોઇને હાલ પાકિસ્તાનની ગાદી ઉપર બેઠેલા ઇમરાનખાન નવાઝ શરીફ ઉપર એટલા બધા હેરાનપરેશાનછે...!!!
કારણકે નવાઝ શરીફ ઉપર ભ્રષ્ટાચારના ઘણા બધા કેસો પાકિસ્તાનની કોર્ટમાં પડેલાછે ઇમરાનખાનને તેનો નિવેડો લાવવોછે પણ નવાઝ શરીફ દેશની બહાર છે તેથી તેમની હયાતી વગર તે શકય નથી ને નવાઝ શરીફ ને પાકિસ્તાનમાં આવવુ નથી તે જાણે છે કે જો હુ પરત ફરીશ તો મને જરુર સજા થવાની જ છે
ટુકમાં કહીએ તો નવાઝ શરીફ ઇમરાનખાનને મામુ બનાવી ગયા...😋