ખુદને ખુદા સમજે,
તારું ગુમાન હવે તોડું છું. !
ખુદા પર વિશ્વાસ કરી,
મારી મંઝિલે હવે ડગ ભરું છું.!
તારી યાદનો બોજો,
મારી સ્મૃતિમાંથી હળવો કરું છું.!
ઘણા આંસુ સાર્યા પછી,
જિંદગીમાંથી હવે દુઃખને બાકાત કરું છું.!
અહમ ઘણો રહ્યો ખુદનો,
જો હવે હું તારો ઘમંડ તોડું છું.!
મૂલ્યવાન જિંદગીમાં હું,
મારા ખુદનું હવે આત્મ સન્માન કરું છું.!
દર્શના (રાધે રાધે)
#બોજો

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111555421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now