ગમે એટલી કપરી પરિસ્થિતિ કેમ ન હોય, કાળજાના કબાટમાં
પાંચ શબ્દો અવશ્ય રાખવાં.
" જે થાય એ, જોઈ લઈશું "
મનોબળ અને મક્કમતાથી સુસજ્જ આ શબ્દોનો પગરવ, એટલે
નિરાશાનું અંતિમ સીમાચિન્હ...!
સરળમાં સરળ શબ્દમાં પણ એટલી પ્રચંડ તાકાત હોય છે કે એ,
વ્યક્તિના જીવનની આખેઆખી દિશા બદલી શકે છે.
જરૂર છે તો બસ... જીવનની સૌથી નાજુક ક્ષણે,
આ બંને એકબીજાં માટે
' મુલાકાતનો મલમ ' લઈ દોડી આવે !
વાંચન + અધ્યાત્મ = ઝઝૂમવાની ઝણઝણાટી...!
- પંકિલ દેસાઈ