અંધકાર વિનાની જિંદગી જાણે કે...
મનનાં વૃક્ષ પર વિચારોનું પ્રકાશસંશ્લેષણ થતું અટકવું...!
અંધારું પુખ્ત થતું જાય તેમતેમ વ્યક્તિ આરામમાં અંતર્ધ્યાન થતી જાય.
તેની સૂચક બાદબાકી એટલે,
ચેતનાના નવસંચારની મહામૂલી તક ગુમાવ્યાનો અફસોસ કરતી જિંદગી !
અંધકાર એટલે બાહ્ય અને આંતરિક મોરચે શાંત થવું. જેનો અભાવ એટલે, " અચેતન કે સુષુપ્ત મનનું પાછલે બારણે રાષ્ટ્રીયકરણ થઈ જવું ".
અંધકાર, એતો જીવનનાં રંગમંચની શ્યામ રંગભૂમિ જેવી છે, જેનાં પર
આ ભવનાં રંગસભર રહસ્યોની ભવાઈ થતી આવી છે.
તિમિર અને તિતિક્ષાની જુગલબંદીનો અંત,
એટલે જ તો અંધકાર વિનાનું જીવન !
અને સૌથી મહત્વની વાત...
" આવતીકાલના ઉજાસનો પગરવ અંધારામાં જ તો દસ્તક આપે છે ! "
- પંકિલ દેસાઈ