તમને પહેલા આ ફોટો જોઇને કદાચ વિચાર આવતો હશે કે...
કદાચ આ કોઇ લગ્નનો પાર્ટી પ્લોટ છે!
ના ભૈ ના આ કોઇ લગ્નનો પાર્ટી પ્લોટ નથી પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ ચીખલી શહેરનું એક પોલીસ સ્ટેશનછે
તો આમ કેમ તેને શણગારવામાં આવ્યુ હશે! ચાલો હું જ તમને તેનુ કારણ જણાવી દઉ...વાત જાણે એમ છે કે આજથી એક વરસ પહેલા એક નવ વર્ષની બાળકી સાથે બે છોકરાઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો તેથી શહેરના લોકોએ આ પોલીસ સ્ટેશનમાં તેઓને પકડવા ખુબ હોહાપો કર્યો હતો આથી પબ્લીકનું આવુ દબાણ આવવાથી પોલીસ પણ બળાત્કારીઓ ને પકડવા એલર્ટ થઇ ગઇ હતી
એક દિવસ તો આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોએ ચીખલી શહેરને પણ બંધનું એલાન આપી દીધું હતું જેનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો
આમ એક દિવસ આ બંન્ને આરોપીઓ પોલીસના હાથે પકડાઇ જાયછે ને કોર્ટમાં તેનો કેસ ચાલે છે ત્યાર બાદ કોર્ટ આ આરોપીઓને ફાંસીની સજા સંભળાવે છે આથી ત્યાંની પબ્લીક ને પોલીસ કોર્ટનો આ ચુકાદો સાંભળીને ખુશ થઈ જાયછે.
બસ આ ખુશીથી ચિખલીના આ પોલીસ સ્ટેશને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવેછે
લોકોની ખુશી પણ અનેક પ્રકારની હોયછે, કંઇક આવી પણ હોયછે.