સુરત શહેરના એક તિલક નગર વિસ્તારમાં એક મહિલા પોલીસ અધિકારી બળજબરીથી લોકો પાસે પૈસા પડાવતી હતી તેવી વાત તિલક નગરના પોલીસ સ્ટેશને મળતા બે અસલ પોલીસોએ સાદા કપડાંમાં તેની તપાસ કરી આ પોલીસો તેની આગળ આમ માણસોની જેમ ગયા ને પુછયું કે તમે પોલીસ છો તો તમારી પોસ્ટ કયા પોલીસ સ્ટેશન ઉપર નિમણુંક થયેલી છે! તો પેલી મહિલા પોલીસ અધિકારીએ કહ્યુ કે હું તિલક નગરની પોલીસ સ્ટેશને મારી ડયુટી બજાઉ છું તો પેલા સારા ડ્રેસમાં ગયેલા પોલીસોએ કહ્યુ કે અમે પણ ત્યા જ ડયુટી કરી રહયા છીએ તો અમે તમને પોલીસ સ્ટેશને કયારેય નથી જોયા આમ સાંભળતા જ નકલી પોલીસ મહિલા બોલવામાં ભાંગી પડી તરત પછી તેને પકડીને પોલીસ સ્ટેશને લઇ આવ્યા ને આમ નકલી પોલીસ બનવાનું કારણ પુછ્યુ તો તેને કહ્યુ કે શું કરુ સાહેબ આ કોરોનાથી અમે હેરાન થઇ ગયા છીએ, કામ મળતું નથી, ધંધા કંઇ ચાલતા નથી તો આવી પરિસ્થિતિમાં અમારે ઘર કેમ ચલાવવું! તેથી લોકોને બીવડાવીને બે પૈસા હું રોજ કમાતી હતી તે પણ કમાણી હવે આજથી બંધ થઈ ગઇ!હવે શું ખાઇશું!