યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો...
પરિસ્થિતિ કે સંજોગો જ સમયને યોગ્ય કે અયોગ્યનાં પરિમાણ આપે છે. યોગ્ય સમયની રાહ જોવામાં જ રહી જવાય !
એટલે જ યોગ્ય સમય કરતાં,
પરિસ્થિતિ અનુસાર લેવામાં આવેલો નિર્ણય જ યોગ્ય નિર્ણય !
પેલું કહે છે ને, " જ્યારે જે કરવું પડે ત્યારે તે કરવું જ પડે ! "
આમાં કાચા પડો તો,
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું શરણું અચૂક અને નિઃસંકોચ થઈ લેવું...!
- પંકિલ દેસાઈ