રોડ ઉપર આ બેઠેલા કાકા એક અસ્થિર મગજનાછે પોતાને ત્રણ દિકરા ને બે છોકરીઓછે પત્નિ ઘણા સમય પહેલા તેમને છોડીને ચાલી ગઇ બે છોકરા સારી જોબ કરેછે એક છોકરો હજી નાનો છે જયારે મોટી છોકરી કોઇ બિમારીથી મરણ પામી છે ને બીજી નાની છોકરી ઘેર આ કાકા સાથે રહેછે જયારે તેમની મોટી છોકરી હતી ત્યારે આ કાકાની તે ખુબ સેવા કરતી હતી પણ જયારથી તે મરણ પામી છે ત્યારથી કાકાનું મગજ બદલાઇ ગયું એ વિચારે હાલ પોતાને ઘરે પણ સરખુ રહેતા નથી ને ઘરની બહાર નીકળી ને રોડ ઉપર ફરતા હોયછે ને જયારે ભુખ લાગે ત્યારે કાંતો કોઇની પાસે માંગીને અથવા ના મળે તો રસ્તામાં પડેલું કંઇક ખાવાનું ખાઇને પોતાનું પેટ ભરેછે
તે એક મકાનના માલિક પણ છે જે એક જુનુ મકાન છે ને કેટલા પૈસા પણ તેમના ફિકસ ડિપોઝીટમાંછે
પોતાના દિકરાઓ પણ તેમના વર્તનથી કંટાળી ગયાછે માટે તેઓ તેમને હવે ઘરે નહી આવવાનું જણાવે છે તેથી તે આમ જ રોડ ઉપર ફર્યા કરેછે
એક દિવસ એક ભલા માણસે આ કાકાને રોડ ઉપર એક કચરામાં બેઠેલા જોયા ને તેમની સાથે વાત કરીને તેમની બધી વિગતો જાણીને તેઓ તેમના ઘરે મુકી આવ્યા પણ છોકરાઓ તેમને રાખવા તૈયાર નથી માટે હવે તેમને કોઇ ઘરડાઘરમાં રહેવાની વ્યવસ્થા થાય તેની કાર્યવાહી થઇ રહીછે.