જયારે એક મુસલમાન મહિલા પોતાના બાળકનું નામ હિંદુ નામ રાખે તો!
એક કિસ્સો આવો પણ બનવા પામ્યો છે નોઇડાની એક મુસલમાન મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યો કારણકે તે સગર્ભા હતી ત્યારે તેના રહેઠાણ પાસે સખ્ત લોકડાઉન ચાલતુ હતું તેને હોસ્પિટલમાં લઇ જવા માટે ઘરમાં પુરુષ ના હતો કારણકે તેનો પતિ પણ એક બીજી જગ્યાએ લોકડાઉનથી ફસાયો હતો તેથી તે પણ આવા સંજોગે ઘરે આવી શકે તેમ ના હતો આમ તેનો દુખાવો સતત વધી રહ્યો હતો તો લોકડાઉનને લીધે નજીકમાં જ ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ આ વાત જાણી પછી તેમને આ મહીલાને ગાડીમાં તાત્કાલીક સલામતથી હોસ્પીટલમાં લઇ ગયા ને આ માટે તેને એડમીટ પણ કરાવી ત્યારબાદ આ મહીલાએ પ્રસુતિમાં એક બાબાને જન્મ આપ્યો જાણીને તે ઘણી ખુશ થઈ પછી ને નકકી કરી દીધુ કે મારા બાળકનું નામ બીજુ કોઇ જ નહી પણ જે પોલીસે મને મદદ કરી છે તેનુ જ નામ મારા બાળકનું રાખીશ આમ આ મહીલાએ તેના બાળકનું નામ રણવિજય રાખી દીધુ!
કારણકે પેલા પોલીસ અધિકારી (ડી એસ પી) નું નામ રણવિજય જ હતું આમ આ મહીલાની સગર્ભા અવસ્થામાં રણવિજયે ઘણી જ મદદ કરી હતી અંતે ઘરે જતા પહેલા આ મહીલાએ પેલા ડીએસપીનો અંતરથી આભાર પણ માન્યો, ને ખુશીથી પોતાના ઘેર આવી.
પોલિસ..હોય..તો..આવી.
નામમે કયા રખા હૈ! હિન્દુ નામ હો યા મુસ્લીમ નામ હો, બસ તે વ્યકતિના ગુણ સારા હોવા જોઇએ.