લ્યો ત્યારે, "સમાજની સંવેદના" પુસ્તક છપાઈને આજે આવી ગયું. ગણેશ ચતુર્થી, 22મી ઓગસ્ટ, 2020, શનિવારે તેનું લોકાર્પણ કરીશું.
કેવી લાગણી થઈ રહી છે ? આનંદની, રાહતની, સમાજ-નાયકોની વાત વિશે લખી શકાયું તેના પરિતોષની. સાચી દિશામાં બે-ત્રણ પગલાં ચાલી શકાયું તેની ખુશીની...
****
બે હજાર પ્રત છાપી છે તેમાંથી આશરે 1400 પ્રતના આગોતરા વાચકો નોંધાઈ ગયા છે.
22મી ઓગસ્ટ,2020 સુધી 300 રૂપિયાનું આ પુસ્તક માત્ર 200માં અપાશે. (10થી વધુ પ્રત લે તેમના માટે પ્રતદીઠ માત્ર 150 રૂપિયા.) ઓનલાઈન પેમેન્ટ ચૂકવીને ઓર્ડર નોંધાવી શકાશે. (પુસ્તકોની રવાનગી લોકાર્પણ પછી, 22મી ઓગસ્ટ પછી જ કરીશું.
મૂળ ભાવના એવી છે કે હકારાત્મક વાતો જેમ બને તેમ ઝડપથી સમાજ સુધી પહોંચે...
આપને વિનંતી છે કે આપ આ પુસ્તક વસાવો અને મિત્રોને પણ ભેટ આપો. એ રીતે સમાજમાં સાત્વિક વાચનનો પ્રસાર તો થશે જ, પોઝિટિવ પત્રકારત્વને પણ બળ મળશે.
આપ સર્વેનો આગોતરો આભાર, હોં.