કર્ણાટક રાજયના એક ઉદ્યોગપતિને સંતાનમાં એક પત્ની ને બે છોકરીઓ હતી આજથી ત્રણ વરસ પહેલા તેમની પત્નિ ને બે છોકરીઓ પોતાની કાર લઇને કોઇ તિર્થની યાત્રાએ ગયા હતા અચાનક તે દિવસે રોડ ઉપર એક ટ્રકે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી તો અકસ્માતમાં બે છોકરીઓ તો બચી ગઇ પરંતું તેમની વ્હાલી મમ્મીનું અવસાન થઇ ગયું આવા દુ:ખદ પ્રસંગથી બાપ ને તેમની બે છોકરીઓનું હસી ખુશીથી ભરેલું જીવન નર્ક સમાન બની ગયુ આથી ઉધોગપતિને રોજ તેમની પત્નિના જ વિચારો આવ્યા કરે તો આ બાજુ બે છોકરીઓ પણ તેમની મમ્મી વગર એકલી પડી ગઈ હતી
ઉદ્યોગપતિના પત્નીને જીવતા જીવે એક સ્વપ્ન હતું કે અમારુ એક સુંદર મજાનું મકાન બની જાય બસ..
તેમના પતિ પણ તેમના પત્નિની આ ઈચ્છા બિલકુલ ભૂલ્યા ના હતા ત્યારે એક દિવસ આ ઉધોગપતીએ તેમની પત્નિનું સ્વપ્ન પુરુ કરવાની મનમાં જીદ લીધી
સમય જતાં જતા એક દિવસ તેમનું મહેલ જેવુ મકાન પણ તૈયાર થઇ ગયુ હવે પરિવારને એ સમય આવ્યો નવા મકાનમાં રહેવા જવા માટે ગૃહપ્રવેશનો
પણ ઉદ્યોગપતિને એક ચિંતા સતાવતી હતી કે આ સ્વપ્ન તેમની પત્નીનું હતું ને હાલ તે જીવીત નથી તો તેની ગેરહાજરીની ખોટ તે દિવસે અમને જરુર વર્તાશે આથી તેમને એક નવતર વિચાર આવ્યો
એક દિવસ તેમને એક શિલ્પકારને પોતાના ઘરે બોલાવ્યો ને તેમની પત્ની જેવી એક સુંદર મુર્તિ તૈયાર કરવાનું કહ્યુ આથી પેલા શિલ્પીકારે સિલીકોન વેકસથી એકદમ તેમની પત્ની જીવતી લાગે તેવી મુર્તિ તૈયાર કરી દીધી પછી તેમની બંન્ને છોકરીઓએ આગલે દિવસે પોતાની મમ્મીને શણગાર તેમજ ગુલાબી કલરની સાડી પહેરાવીને સજ્જ કરી દીધી, શણગાર તેમજ ગુલાબી સાડી તેમના મમ્મીને ખુબ ગમતી હતી
આમ પછી એક દિવસ નવા મકાનમાં રહેવા જવા માટેનો દિવસ નકકી થયો ઉધોગપતીનો દુર ને નજીકનો આખો પરિવાર તેમજ તેમના દોસ્તો તથા બીજા પણ ઘણા જાણીતા મોટા ઉધોગપતીઓ આ પ્રસંગે હાજર થયા
નવા મકાનની દરેક મંત્ર પૂજા વિધી સમયસર પુરી થઇ ગયા પછી સૈ કોઇ નવુ મકાન જોવા અંદર પ્રવેશ્યા તો લોકો ઉધોગપતીના પત્નીને સોફામાં બેઠેલા જોઇને લોકો અચંબામાં પડી ગયા ને મનમાં વિચારવા લાગ્યા કે આ કેવી રીતે બને ! તેમની પત્નીને અવસાન પામે ત્રણ વરસ થઇ ગયા તો આમ આજ ઘરમાં જીવીત કેવી રીતે!
પછી પેલા ઉધોગપતીએ સૈને સમજાવ્યા કે આ મારી પત્નીછે પણ તે જીવીત નથી પણ તેના જેવી જ મે એક મુર્તિ તૈયાર કરાવીછે ત્યારે લોકોને પછી હાશ થઇ...
આમ પછી થોડાક નાચગાન થયા ને સૈનુ જમવાનું પણ પછી પુરુ થઇ ગયું ધીરે ધીરે મહેમાનો પણ ચાલતા થયા પણ પેલી બે છોકરીઓને મનમાં કોઇ જ ખુશી ના હતી તે હર સમય કંઇક ને કંઇક વિચારતી હતી આ જોઇને તેમના પપ્પાએ પુછયું કે બેટા તમે શું વિચારો છો! કેટલો સુંદર આ પ્રસંગ હતો!
પછી છોકરીઓ બોલી પપ્પા આજ અમારી મમ્મી જીવતી હોત તો તે આ બધુ જોઇને કેટલી બધી ખુશ થઇ હોત ખરેખર આ એક તેનુ જ સ્વપ્ન હતુ જે આજરોજ તમે તે પુરુ પણ કર્યુ
આજ નવુ મકાન જોવા બધાજ આપણા ઘરે હાજર હતા બસ એક મમ્મી હાજર ના હતી...આ બોલીને બંન્ને છોકરીઓની આંખોમાંથી આંસુ ધડ ધડ પડવા લાગ્યા....