#દયા
થોડી દયા પોતાના પર પણ કરી લો...
બહુ ભાગ્યા સફળતા માટે
બહુ છોડ્યું સફળતા માટે
થોડુ થોભી પાછળ વળી જોઈ તો લો
ક્યાંક કૈક છૂટી નથી જતું ને ?!
થોડી દયા પોતાના પર પણ કરી લો ....
કોઈક ને મેળવવાની ચાહ માં
ખુદ ને ક્યાંક છોડી દીધા
થોડું થોભી પાછળ વળી જોઈ તો લો
ક્યાંક તમે જ તો નથી ખોવાય ગયા ને?!
થોડી દયા પોતાના પર પણ કરી લો....
પામવા જે નથી મળ્યું તેની દોડ માં
કુરબાન ઘણું , જે હતું તે કર્યું
થોડું થોભી પાછળ વળી જોઈ તો લો
ક્યાંક બહુ કિંમતી તો નથી છોડી બેઠા ને?!
થોડી દયા પોતાના પર પણ કરી લો....
-પર્લ મહેતા