વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે એક ખાનગી બેંક આવેલી છે ને તેની બાજુમાં બેંકનું એક એટીએમ પણ આવેલું છે શનિવારે બેંક બંધ હતી આ બેંકના મેનેજર પ્રસાન્ત શર્મા જે આઠ મહીનાથી બેંકમાં મેનેજર તરીકે પોતાની સેવા આપે છે તે દિવસે તેઓ રાત્રે પોતાના ઘરે જમી પરવારીને સુઇ ગયા હતા અચાનક તેમને બેન્કના મેઇન હેડકવોટરમાંથી (તામીલનાડુ) તેમને એક ફોન આવેછે..મીસ્ટર પ્રશાન્ત શર્મા તમે તાત્કાલીક આપણી બેંકમાં પહોંચો ને જઇને અંદર તપાસ કરો અમને બેન્કમાં કોઇ માણસ કેસ કાઉટર ને બેંક લોકર આગળ ફરી રહ્યો છે તેવુ દેખાયછે લાગેછે કે તે કોઇ ચોર છે ને પૈસાની ચોરી કરવા બેંકમાં ઘુસ્યો છે ( મોબાઇલ ઉપર ઓન લાઇન કેમેરા) પછી ફોન આવતા જ મેનેજર એકલા જલ્દી પોતાની બેંકે ગયા તો બેંકનું મેઇન બારણું સલામત જોયું પણ બાજુમાં એટીએમનું બારણું અડધું ખુલ્લું દેખાયું આથી તેઓ ધીરેથી નીચા નમીને અંદર ગયા તો એટીએમની અંદર પડતું બેંકનું બીજુ બારણું પણ અડધુ ખુલ્લુ હતું બારણા પાસે પડેલ ચોરના લાલ થેલામાં કાપવા ને તોડવા માટે અલગ અલગ હથીયારો પણ તેમને જોયા અંદર પેલો ઘુસેલો ચોર એક કટર મશીનની કોઇક સળીયા કાપી રહ્યો હતો મશીનનો અવાજને લીધે ચોરને કંઇ ખબર ના પડી કે કોઇ અંદર આવીને તેની તપાસ કરેછે આમેય મેનેજર એકલો હોવાથી તેમને પણ થોડોક ડર લાગતો હતો કે ચોર પોતાને કંઇક મારે નહી આમ વિચાર સાથે તેઓ વધુ અંદર ગયા નહી ને ધીરેથી બહાર નીકળીને એટીએમનો દરવાજો ધીરેથી બંધ કરીને બહારથી લોક કરી દીધો પછી તરત તેમને પોલીસને ફોન કર્યો ને બનતી દરેક ઘટનાની માહિતી આપી તેથી પોલીસ થોડીક જ સમયમાં બેન્કે આવી પહોંચી પછી પોલીસે આવીને એટીએમનું બારણું મેનેજર પાસે ફરી ખોલાવડાવ્યું આથી આ વખતે અંદર રહેલ ચોરને દરવાજાનો અવાજ સંભળાયો કે કોઇ અંદર આવી રહ્યુ છે તેમ લાગતા તે ભાગીને એટીએમના જ દરવાજે ઉતાવળે બહાર નીકળતા ચાલુ મશીનની બ્લેડ પલટીને સીધી તેના ગળા ઉપર આવવાથી તેનું અડધુ ગળું કપાઇ ગયું તરત લોહીની પીચકારીઓ કપાયેલા ગળામાથી નીકળવા લાગી પોલીસે આ જોઇને તેને બચાવવા માટે પોલીસ સ્ટેશને ફોન કરીને એક ગાડી મંગાવી ને તેને આવી હાલતમાં હોસ્પીટલ મોકલવા રવાના કર્યો પણ તે હોસ્પીટલમાં પહોંચે તે પહેલા જ તેનો જીવ રસ્તામાં જ ચાલ્યો ગયો પોલીસને તેના પેન્ટના ખિસ્સામાંથી બે આધાર કાર્ડ ને એક પાન કાર્ડ મળી આવ્યા છે તેની આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે કોણ છે!