બાજ સમ છે તીક્ષ્ણ નઝર એમની
કોઈ નઝર માં આવતા પણ ડરે
ગજરાજ સમ છે ચાલ એમની
ચાલ્યા આવે તો ધરા હિલોળે ચડે
બોલે તો જાણે ગીર નો સાવજ
પડે પડઘા ચારે કોર એની ગર્જના નો
એકલો ચાલ્યો જાય લાગે જાણે સિંહ
અખૂટ આત્મ વિશ્વાસ જાણે વાઘ રાજ
બુદ્ધિ મતા માં તો કોય ની હોડ માં નાં આવે
યોગી રાજ સમ છે જીવન આધ્યાત્મિક
દરેક ક્ષેત્રમાં છે એમની પારંગતતા
રાજ કરવા ની એમની રીત અતિ અનોખી
કાગ જેવા હોશિયાર ને ચતુર બાજ
સમજાય નહિ કોઈ ને તેની આગલી ચાલ
ચાણક્ય ની નીતિ કહો કે વિદુરજી ની રીતિ
છે આ નરેન્દ્ર જાણે વિવેકાનંદ
આવા છે આપણા વડાપ્રધાન
#બાજ