ધરતીનું ગીત સદા પથ્થરોએ જ ગાયું છે,
વાદળ કરી આકાશનું અંતર ભીજાણું છે.
વર્ષાની હેલીથી કેવું મોર બની થનગન્યુ છે,
ધરતીનું ક્લેવર નીલામ્બરથી ભીંજાણુ છે.
શ્રાવણ નહી તો ફાગણમાં રમી લે તે હોળી છે,
હેલી નહિ તો માવઠામાં આકાશે ગીત ગાયું છે.
કાળી કાળી વાદળી વ્યોમે વીજ ચમકારો છે.
ફિદા થયું આકાશ, ધરતીનું ગર્ભ ભીંજાણુ છે.
આભથી પાણીના ફોરાનો સુ નૃપુર જાણકાર છે,
આનંદના ઓજસ ઉઘડ્યા માનવ મન હાશ છે.
#ધરતીનું