નદીઓને ગાંડીતુર બનાવી,
કેવો વરસી રહ્યો છે આજ..
પર્વતોને લીલી ચાદર ઓઢાડી,
કેવો વરસી રહ્યો છે આજ..
ધરતી પર લીલી ચાદર પાથરી,
કેવો વરસી રહ્યો છે આજ..
આકાશમાંથી પાણીની રેલમછેલ કરી
કેવો વરસી રહ્યો છે આજ...
યુવાઓનાં હૈયા મળાવી,
કેવો વરસી રહ્યો છે આજ...
બાળકોને રજા અપાવી,
કેવો વરસી રહ્યો છે આજ..
મયુરને નૃત્ય કરાવી,
કેવો વરસી રહ્યો છે આજ..
રાજેશ્વરી
#ધરતીનું