*અદ્ભૂત*
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે પહેલીવાર પ્રિયજને મીઠુ આલિંગન આપ્યું હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે ચાતકને ઘણા સમય પછી મૌસમના પહેલા વરસાદનું એ બુંદ એને તૃપ્ત કર્યું હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે વરસોનાં વિયોગ પછી ઊર્મિલા અને લક્ષમણનો મેળાપ થયો હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે વિખૂટું પડેલું પોતાનું સ્વજન અચાનક જ મળ્યું હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે બે પ્રેમીઓનું મિલન પહેલી વાર થયું હશે.
બહુ જ અદભુત છે એ ક્ષણ જ્યારે વરસોથી પરદેશ ગયેલો પિયુ એની પ્રિયતમાને પાછો મળ્યો હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે નવ મહિના કોખમાં રાખી બાળકને જન્મ આપી માએ એને પહેલીવાર ખોળામાં લીધું હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે રૂકમણી અને રાધા બેઉએ ક્રિષ્ન વિશે વાતો કરી હશે.
બહુ જ અદ્ભૂત છે એ ક્ષણ જ્યારે ક્રિષ્નએ સુદામાના પગ પખાલ્યા હશે.