#આતુર છું હું તને મારી અંદર સમાવી લેવા,
તું આવીશ આ દુનિયામાં એ દિવસ ને વધાવી લેવા.
તરસે છે હૈયું મારુ એ ક્ષણ ને જીવી લેવા,
હૃદયનાં હેત ને તારા પર ઓળઘોળ કરવા.
ઝંખું છું મારા સ્નેહ ના દરિયામાં તને તરબોળ કરવા,
મારા પ્રેમ નાં અંશ ને વ્હાલ થી ભીંજવી દેવા.
કેવી હશે એ ક્ષણ! જ્યારે આવીશ તું આ દુનિયામાં,
પૂર્ણતા ને પામીશ હું! જ્યારે લઇશ તને મારાં ખોળામાં.
#આતુર