વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
કોઈકની આંબાવાડીમાં ઘૂસીને
ચોરીથી કેરી તોડી
દાંત ખટાઇ જતાં છતાં
કરડીને ખાતા મીઠા મરચા સાથે..
પાકી કેરીની મઝા પણ
ચૂસી ચૂસીને ખાતા જતાં
ગોટલા ફેંકી દેતા ફરતે
મૃત કયાં થઇ ગયા ગોટલા એ
વરસાદના પાણીમાં કીચડ સંગ
અંકુરિત થઇ જતાં ગોટલા..
અંકુરિત ગોટલાની સીટી બનાવી
વગાડવાની મઝા માણતાં...
ઘરે લાવીને પણ રોપતાં
આંબાના વટવૃક્ષની ઘેલછા કરતાં
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
#મૃત