#મૃત
આ શ્વાસો ના વહેણ ને,
મૃત્યુ નો બન્ધ બાંધી લેશે.
તું પ્રેમ નો દરિયો વહેવા દેજે,
તું જીવન ને લહેરવા દેજે.
તું મોજ નો અર્થવિસ્તાર કહેવા દેજે.
તું આ બાળપણ ને જીવવા દેજે.
તું આ મસ્તી નું ઓઢણ ઓઢવા દેજે.
બસ,દિલ ની વાત કહેવા દેજે,
તું વ્હાલ નો દરિયો વહેવા દેજે,
તું આ મન નું કરવા દેજે,
તું આકાશ માં ઉડવા દેજે.
આ શ્વાસો માં જીંદાદીલી નો
પ્રવાહ વહેવા દેજે.
Mahek Parwani