યાદ બનીને તું દિલ માં,
તો ઘર કરી ગઈ
પણ એજ દિલ ને
સળગાવી ગઈ તું.
જાન બની ને જીવ માં
મારા ભાગ કરી ગઈ.
પણ એજ જીવ ને
બોજ બનાવી ગઈ તું.
અપેક્ષા બની ને જીવન,
રંગીન કરી ગઈ
પણ એજ રંગ ને
મિટાવી ગઈ તું.
તારા વિરહ ની યાદ માં
આંસુડાં આપી ગઈ
પણ એ જ આંસુડાં ને
હસીને પી ગઈ તું.
નાદાન મનમાં પ્રેમ કરવાનો
રસ્તો આપી ગઈ
પણ એજ રસ્તા પર
કાંટા બિછાવી ગઈ તું.
પ્રેમ કરવાનો પસ્તાવો
આખી જિંદગી રહેશે
પણ એજ જિંદગી ને
નર્ક બનાવી ગઈ તું.