મૌન ક્યાં સુધી રહીશ આમ તુ ?
આવીને તુ કોઈ સવાલ તો કર.
ના કહી શકે ભલે મને રૂબરૂ મળીને,
હૃદયનો સંદેશો કહેવાની એક ટપાલ તો કર.
રહુ છુ નિશદિન તારા જ ઇન્તજારમાં ,
મીઠી કે તીખી થોડી બબાલ તો કર.
વિરહની વેદનામાં હૈયું શાંત બની ગયું,
સાંકળ મુજ દ્વારની ખખડાવીને ધમાલ તો કર.
દર્દ, વેદના,આંસુ ભૂલી જાઉં હું સઘળુ ,
ઝંખનાના જીવનમાં તુ એવી કમાલ તો કર.