નથી તું જો સાથે અહીં, પ્યાર કેમ આવે?
વિના કોઈ કારણ તહેવાર કેમ આવે?
મળે ક્યાંથી રાહત? કશી સારવાર ના હો!
ઉનાળું ગરમીમાં કહો ઠાર કેમ આવે?
ઘણી સારી છે લાગણી આપની ખરેખર?
અમારાં માટે એ લગાતાર કેમ આવે?
તમે ચાહો ને એ જ હો એવું કેવું ભારણ?
તમારા નકશા પર કહો નાર કેમ આવે?
કરો જોડે થોડી ઘણી, આરપાર વાતો,
પછી જૂઓ વચ્ચે કશો ખાર કેમ આવે?
પડે છોલાવું અક્ષને, આપઘાત સાથે,
અણી કાઢી ના હોય તો ધાર કેમ આવે?