તારી યાદ મારી આંખેથી છલકાય છે,
એ મને રડાવીને જોને કેવા હરખાય છે !
કહેતા હતા,"હરપળ તારી સાથે જ છું"
છે સાથે બે કિનારા પણ ક્યાં મળાય છે?
જોવુ છુ આ વરસાદી મૌસમનો માહોલ,
માણસ પણ એની જેમ જ બદલાય છે.
સાથ છૂટવા માટે, વચન તોડવા માટે હોય,
એ વાત હવે મને ધીરે ધીરે
સમજાય છે.
પ્રેમ, વિશ્વાસ વાંચવામાં સારા લાગે છે,
હકીકતના જીવનમાં એનાથી "ઝંખના" ગભરાય છે.