ગુજરાત રાજ્યનું બીજા નંબરે આવતું મોટુ ને એક ઔધોગિક શહેર એટલે કે સુરત...
આજ અમદાવાદ પછી સૈથી વધારે જો કોરોનાના કેસ આવતા હોય તો તે સુરત શહેર છે જયાં વારંવાર કેસ વધી રહ્યા છે ને મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે સુરતના અશ્વનીકુમાર રોડ ઉપર આવેલ એક સ્મશાન ગ્રુહમાં કોરોનાથી મરણ પામેલ લાશોની લાશો એકપછી એક આવતી જ જાયછે ઘણી લાશો દહનવિધી માટે કલાકો સુધી રસ્તામાં સુમસામ પડી રહેછે
કોઇ સગાવ્હાલા તેની નજીક જતા નથી જાણે તેની હવે કોઇ જ કિંમત ના હોય! કોઇનો ભાઇ હોય શકે, કોઇની મા હોઇ શકે, કોઇની બહેન હોય શકે, તો કોઇની પત્નિ પણ હોય શકે....
એક પછી એક નંબર આવે તેમ લાશોની દહન ક્રિયા થતી હોય છે
કેવો આ કોરોના વાયરસ!
કોઇએ સપનેય નહી વિચાર્યું હોય કે એક દિવસ કોરોના વાયરસ આવશે ને મને ભરખી જશે!!!!