ઉતાવળી છું બહુ...
પણ તારી રાહ જોવી ગમશે
જિદ્દી છું બહુ...
પણ તારી વાત માનવી ગમશે
બેદરકાર છું બહુ...
પણ તારી સંભાળ રાખવી ગમશે
ટેવાયેલી છું એકાંત માં રહેવાને...
પણ તારો સાથ હશે તો ગમશે
દૂર છું બહુ મારા સપનાઓ થી...
પણ તારા સપનાઓ પૂરા કરવાનું ગમશે
#બેદરકાર