Gujarati Quote in Poem by Dhaval Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏💙 "અમે ઇડરીયા રસિયા છીએ" 👑🤴😎🙏💙


અમે ઇડરીયા રસિયા છીએ.
મોટાં મોટાં ડુંગરોના અમે,
નાના નાના દોસ્તારો છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

જ્ઞાની લેખકો ને નામી કવિઓનાં
વિચારોનાં ભંડાર આપનાર ,
ને પ્રેમી અમે પુસ્તકના છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

સ...સ...થઈને સરકતી બોલી
ને સાંભરનારા હજાર છે.
એવી વાણી નાં કંઠ્ક,
ઉત્તર ગુજરાતી અમે છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

દેખી ગાડીઓના અમે ,
અદેખા સવારીકાર છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

વહેલાં ઊઠીને પહેલી
ચાની ચુસ્કી થી હાશ,
મનને કરનારાં છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

પ્રકૃતિએ પાથરેલ હરિયાળી રૂપે,
લીલી ચાદર ને ઓઢનાર અમે
પ્રકૃતિ પ્રેમી છીએ.
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.

દિલથી માનીતા માટે દિલાવર ને,
નામે ઓળખીતા અમે બાદશાહ છીએ
હા ભાઈ,
અમે ઇડરીયા રસિયા છીએ.
- ધવલ ચૌહાણ

Gujarati Poem by Dhaval Chauhan : 111502429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now