દુનિયા સમોવડ માન મોભો બની તન વાચાળ ફરે,
આતમ જગાડી, મનનો મર્મી વ્હાલા ઉરે હું ને તું એકલા જોને,
જાત વલોવીને દરીયાદીલ ઓટ-ભરતી હજાર કરે,
આંખ જગાડી, મનની પાળે વિસામો સોડ તણે હું ને તું એકલા જોને,
યુદ્ધ વિચારોનું દીનરાત માંડી નિત મન સાંજ ઠરે,
ભોર જગાડી, મનની માટીમાં નવ અંકુર સ્ફુરે હું ને તું એકલા જોને,
અંતર વેરી બનશો કદી ના તાકડે પળેપળ મન સ્મરે,
તોફાન જગાડી, મનમાળી માળા તણખે ગુંથણે હું ને તું એકલા જોને,
મન ડુંગરવન ઘેરી આદી ઋત સરીતા મનોમન આશ તરે,
પાર લગાડી, પ્રેમી મનનો મર્મી વ્હાલાં "શૈઋત" ઉરે હું ને તું એકલા જોને,
પ્રેમી મનનો મર્મી 'પ્રભુ' ઉરે હું ને તું એકલા.. .!
- "શૈઋત" (ઋત્વિક પટેલ)