દૂર ના એ થાય કે હો આફત જાણે,
વેદના હો જિંદગીની ફાવટ જાણે.
કોઈ જાણે ના, ઘડી આખર જાણે,
આવવાની હો બધાની માફક જાણે.
આશરે છો એમની બેઠાં રે'તા કે,
એમનાથી હો તમારી આવક જાણે.
ઝેર જાણે હોય એમાં આપે શાને?
એમણે લીધું છુપાવી ધાવત જાણે.
આંસુઓ તો આવવાનાં આંખે સામે,
છે મલમ એવું લગાવી રાહત જાણે.
અક્ષ ધમકાવે તને તે પણ ખુમારીથી,
હક જતાવે એમ કે હો બાહક જાણે.