સક્ષમ બનવા જીવનમાં,
ધૂળ માટીના ઢેફા માંથી,
ચાકડે ચડી ઘાટીલું બનવું પડે.
સક્ષમ બનવા જીવનમાં,
ક્ષમતા પ્રમાણે પાત્રમાં,
ઢળી જવા પ્રવાહી બનવું પડે,
સક્ષમ બનવા જીવનમાં,
સપ્તરંગી રંગો આંખોમાં ઉતારવા,
પીછી પકડી ચિત્રકાર બનવું પડે,
સક્ષમ બનવા જીવનમાં,
શબ્દોની વેધકતા સમજવા,
કલમ પકડી કવિતા બનવું પડે.
#સક્ષમ