પ્રેમની એક સવારી થશે,નવા યુગ ની તૈયારી થશે
આજે નહીં તો કાલે,તારી મારી વાત થશે
દિલ થી દિલનો સંગાથ થશે,નજર થી નજર નો તાર મળશે
આજે નહીં તો કાલે,તારી મારી વાત થશે
શબ્દોની સુંદર સજાવટ થશે,સુરનું અદભુત સંગમ થશે
આજે નહીં તો કાલે, તારી મારી વાત થશે
અંતરના દ્વાર ખૂલી જશે,દિલનો ધબકાર વધી જશે
આજે નહીં તો કાલે,તારી મારી વાત થશે
કૃષ્ણનો પ્રેમ સ્ફુરી ઉઠશે,રાધા સંગ રાસલીલા કરશે
આજે નહીં તો કાલે,તારી મારી વાત થશે.
- કેયુર શાહ